જીવન એક સંઘર્ષ

*જોયા છે...* સમય  સાથે  બદલાતા  ચહેરા  મેં  જોયા છે. રંગ - રૂપને   બદલતા  મહોરા  મેં   જોયા છે. જોઈ  લીધી  છે  આ જગની મેં દુનિયાદારી ! આજે  સ્વાર્થના  સગપણ  થતાં મેં જોયા છે. સુખમાં  સૌ  કોઈ  બની રહે છે પોતીકાં જન, દુઃખમાં  હર  કોઈ  પરાયા થતાં  મેં જોયા છે. અજવાળે   સાથ  દેતા  સમૂહ   છે  ઘણાંય, અંધારે  ન  દેખાતા   પડછાયા  મેં  જોયા છે. ક્યાં લગી સહેવી દર્દભરી આઘાતો 'વીજ' ? ઈશ્કમાં  હારેલાં  આશિક  દિલો મેં જોયા છે. *- વિજય શાહ 'વીજ' ✍️*
7 Pins
·
8mo